વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના કુલ 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમ સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થતાં નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જેમાં આ વર્ષે પણ મચ્છુ 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી વાંકાનેર, મોરબી અને ટંકારા તાલુકાના 30 કરતાં વધારે ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે…
ડેમ ઓવરફ્લો થતાં આ વર્ષે ખેડૂતોને શિયાળું પાકમાં છ પાણ માટે સિંચાઇ કરવા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેમાં આવતીકાલ તા. ૦૭ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી ખેડૂતોએ કેનાલમાંથી પાણી મેળવવા માટે ફોર્મ શકશે, જે ફોર્મ ભરી ખેડૂતોએ સિંચાઈ ઓફીસ ખાતે જમાં કરાવવાના રહેશે. જેમાં ખેડૂતોએ પ્રતિ હેક્ટર દિઠ છ પાણ માટે રૂ. ૨૪૪૮ ચુકવવા નિર્ણય લેવાયો છે. ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી અંદાજીત ફોર્મ ભરાયાના 15 દિવસ બાદ છોડવામાં આવશે તેવું જવાબદાર અધિકારીએ જણાવ્યું છે….