હાલ ચાલતા પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ગરબીઓના આયોજન કરવામાં આવે છે, ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબા આયોજનોના પગલે મહિલાઓની સુરક્ષા માટે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા કમર કસી ટ્રેડિશનલ ડ્રેસ સાથે SHE ટીમ તૈયાર કરી વિવિધ ગરબીઓમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે….
નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાં ગરબા રમવા જતી યુવતીઓની આવારા રોમિયો દ્વારા છેડતીના બનાવો રોકવા વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા અને પીએસઆઇ ડી. વી. કાનાણી દ્વારા કમર કસી ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહીલા SHE ટીમ તૈયાર કરી ગરબીઓમાં મહિલાઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસની આ SHE ટીમ ગરબીઓમાં જતી મહિલાઓની સુરક્ષા માટે આવારા તત્વો પર વોચ ગોઠવી ખડેપગે રહી સુરક્ષિત, શાંત અને ઉલ્લાસભેર તહેવારના આયોજનન જવાબદારી પોલીસે સ્વીકારી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L