Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લુણસર ગામ નજીકથી વીસ લાખની ઉઘરાણી મામલે યુવાનનું સ્કોર્પિયો કારમાં અપહરણ,...

    વાંકાનેરના લુણસર ગામ નજીકથી વીસ લાખની ઉઘરાણી મામલે યુવાનનું સ્કોર્પિયો કારમાં અપહરણ, રસ્તામાં પોલીસે યુવાનને મુક્ત કરાવ્યો….

    સ્કોર્પિયો કારમાં સવાર ત્રણ શખ્સો અપહરણ કરી યુવાનને અલગ અલગ જગ્યાએ લઇ ગયાં, વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી પોલીસે ઝડપી લીધા….

    વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીકથી પૈસાની લેતીદેતી મામલે સ્વિફ્ટ કારમાં પસાર થતા એક યુવાનની કાર સાથે લુણસર નજીક રસ્તામાં સામેથી આવતી સ્કોર્પિયો કાર ચાલકે અથડાવી કાર રોકી ત્રણ શખ્સોએ માર મારી કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી હતી, જેમાં બીજા દિવસે કાર ચોટીલા બાઉન્ડ્રી નજીકથી પસાર થતી હોય, ત્યારે પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન સ્કોર્પિયોને રોકી યુવાનને મુક્ત કરાવ્યો હતો, જે બાદ હાલ આ બનાવ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…..

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી લીલાભાઈ કાળુભાઈ ભુંડીયા (ઉ.વ. ૩૫, રહે. મનડાસર, તા. થાન)એ વર્ષ ૨૦૧૫ માં આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા (રહે. ખેતરડી, તા. હળવદ) પાસે ધંધા માટે ત્રીસ લાખ રૂપિયા ઉછીના લીધા હોય, જેમાંથી દસ લાખ રોકડા તથા અન્ય વીસ‌ લાખ નોટ બંધી સમય પરત કરેલા હોય, છતાં આરોપી અવારનવાર ફરિયાદી પાસે વીસ લાખની ઉઘરાણી કરી હેરાન કરતા હોય, દરમ્યાન ફરિયાદી ગત મંગળવારે પોતાની સ્વિફ્ટ કારમાં તેમના ગામના પ્રવિણભાઇ સાથે લુણસર તરફ આવતા હોય ત્યારે રસ્તામાં,

    સફેદ કલરની સ્કોર્પિયો કારે તેમની કાર સાથે અકસ્માત સર્જી સ્કોર્પિયોમાંથી આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા, ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા ઉતરી ફરિયાદી પર ધોકા વડે હુમલો કરી માર મારી ફરિયાદનું સ્કોર્પિયોમાં અપહરણ કરી ખેતરડી ગામે આરોપીની વાડીએ લઈ જઇ બેફામ માર મારી પૈસાની ઉઘરાણી કરી હતી, જે બાદ સવારે લીંમડી તરફ લઈ જઈ પણ માર માર્યો હતો, જ્યાંથી ચોટીલા તરફ સ્કોર્પિયો જતી હોય, જેમાં આરોપી ખોડાભાઈએ સુઇયાની અણીથી ફરિયાદીને શરીરે ઇજાઓ કરી હતી, દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક સીએનજી પંપ પાસે પાસે વાંકાનેર તાલુકા પોલીસે સ્કોર્પિયો કારને રોકી ફરિયાદીને આરોપીઓની ચુંગલમાંથી છોડાવ્યો હતો…

    આ બનાવમાં આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા તથા ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા (રહે. બંને ખેતરડી, તા. હળવદ) અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા (રહે. ચુંપણી, તા. હળવદ) એ વીસ લાખની ઉઘરાણી મામલે ફરિયાદી યુવાનનું અપહરણ કરી, બેફામ માર મારી પૈસાની ઉઘરાણી કરી હોય, જેથી આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસ કલમ 115(1), 118(1), 140(3), 308(3), 324(4), 352, 351(3), 54 તથા એમવી એક્ટ 135 મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!