વાંકાનેર વિસ્તારમાં શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારીની મોસમ પુરબહારમાં ખીલી હોય, ત્યારે પોલીસ પણ તેને અટકાવવા મેદાનમાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકાના કોઠી ગામથી હોલમઢ તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કોઠી ગામથી હોલમઢ તરફ જતા રસ્તા પર દરગાહની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચંદુભાઈ કાળુભાઈ દેત્રોજા, દામજીભાઈ ઘોઘાભાઈ ધોળકીયા, મહેશભાઈ દેવાભાઈ ઉર્ફે દેવરાજભાઈ રોજાસરા અને દીનેશભાઈ મગનભાઈ ચારલાને રોકડ રકમ રૂ. 6,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS