વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીકથી પસાર થતી એક સીએનજી રીક્ષાને પાછળથી આવતા બોલેરો વાહનના ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં રીક્ષામાં બેઠેલા એક બાળક અઞે બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીકથી પસાર થતી રીક્ષા નંબર GJ 03 CT 5399 ને પાછળથી પૂર ઝડપે આવતા બોલેરો વાહન નં. GJ 36 V 0058 ના ચાલકે ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષામાં બેઠેલા ફરિયાદી સંજયભાઈ રઘૂભાઈ સીતાપરા (ઉ.વ. ૩૫) તથા તેમના પુત્ર યુવરાજ અને સાળા સતિષભાઈને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેથી હાલ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં બોલેરો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0