વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને અહીંથી પસાર થતી સ્વીફ્ટ કારના ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકમાં બેઠેલ મહિલા પડી જતાં તેને ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જિનપરા જકાતનાકા નજીકથી પસાર થતા ફરિયાદી પ્રવીણભાઈ બાબુલાલ કલોલા (રહે. નવાપરા, વાંકાનેર)ના ડબલ સવારી બાઇકને સ્વિફ્ટ કાર નં. GJ 13 CC 0615 ના ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પાછળ બેઠેલ સાહેદ કુસુમબેન પડી જતા તેમને પગની પેનીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. જે બાદ આ બનાવ અંગે સમાધાનની વાતચીત બાદ સમાધાન ન થતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc