ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલકે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ…
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ગત શનિવારના રોજ એક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….
જેમાં મૃતક યુવાનના પિતા સગરામભાઈ નંદાભાઈ ઉઘરેજાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક નં. GJ 32 T 8394 ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત શનિવારના રોજ ફરિયાદીનો પુત્ર અમરશીભાઈ તેના મિત્ર વિજયભાઈ વસંતભાઈ દલસાણીયાને બાઈક પાછળ બેસાડી કામે જતો હોય, ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક ઉપરોક્ત ટ્રક ચાલકે બેફિકરાઇથી તેનો ટ્રક પુરઝડપે ફરિયાદીના પુત્રના બાઇકને હડફેટે લેતા અમરશીભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું,
જ્યારે બાઈક પાછળ બેઠેલા વિજયભાઈને ઇજાઓ પહોંચી હતી. જેથી આ બનાવમાં પોલીસે ટ્રક ચાલક સામે આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮ તથા એમવી એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc