વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે રહેતા વૃદ્ધ ખેડૂત સાથે એક ઇસમ દ્વારા ઓનલાઈન ફ્રોડ કરતા પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન છેતરપિંડી કરી બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77,728 પડાવી લેતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી હૈદરઅલી આહમદભાઈ કટીયા (ઉ.વ.૭૦)એ અજાણ્યા ઓનલાઇન ફ્રોડ કરનાર ઇસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, આરોપીએ પોતાના UPI/507602917384/DR/ DHAMJI/R, તથા UPI/507602917565/ DR/DHAMJI/R નો ઉપયોગ કરી ફરીયાદી સાથે ઓનલાઇન ફ્રોડ કરી ફરીયાદીના બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાથી રૂ. 48,808 તથા રૂ. 28,920 સહિત કુલ રૂ. 77,728 મેળવી લઇ ઓનલાઇન ફ્રોડ કરી ફરિયાદી સાથે છેતરપીંડી કરતાં આ મામલે પોલીસે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1