વાંકાનેર તાલુકાના જાલી રોડ પર આવેલ પ્રિન્સ સિરામિક નામના કારખાનામાં કાર કરતો 30 વર્ષિય યુવાન અચાનક પડી જતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી રોડ પર આવેલ પ્રિન્સ સિરામીકમાં કામ કરતાં રોહિતભાઇ લાલજીભાઇ પીસડીયા (ઉ.વ.૩૦, રહે. મીલ પ્લોટ, વાંકાનેર) કારખાનામાં અચાનક પડી જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65