Tuesday, October 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ખીજડીયા ગામે સામાન્ય બાબતે મોટી બબાલ : જુથ અથડામણમાં દસ ઈસમો...

    વાંકાનેરના ખીજડીયા ગામે સામાન્ય બાબતે મોટી બબાલ : જુથ અથડામણમાં દસ ઈસમો સામે ફરીયાદ નોંધાઈ….

    વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં શેરીમાંથી નીકળવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખીને ૧૦ જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે એક વેપારીની દુકાન પર હુમલો કરી, જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં વચ્ચે પડનારા લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા ફરીયાદી સાગરભાઈ મોમભાઈ ડાભી (ઊ.વ. ૩૨)ના પિતરાઈ ભાઈ વિપુલભાઈ બે દિવસ પહેલા આરોપી ગોપાલભાઈ સરૈયા અને તેમના માણસોની શેરીમાંથી પસાર થયા હતા. ત્યારે આરોપીઓએ વિપુલભાઈને અટકાવી “અમારી શેરીમાંથી કેમ નીકળો છો?” તેમ કહી ફડાકા મારી દીધા હતા. આ મામલે બંને પક્ષે બોલાચાલી થતા આરોપીઓએ ફરિયાદી સાગરભાઈની હ્યુન્ડાઇ વેન્યુ કાર (GJ-36-AL-0044) માં તોડફોડ કરી હતી….

    કારમાં તોડફોડ અને અગાઉના ઝઘડાનો રોષ રાખીને ગઈકાલે બપોર આરોપી ગોપાલભાઈ, નારણભાઈ, કેયુરભાઈ, મહિપાલભાઈ સહિત ૧૦ શખ્સો લોખંડના પાઈપ, ધારીયા અને લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ફરીયાદી સાગરભાઈની ગામમાં આવેલ ‘મોમાઈ ટ્રેડીંગ’ નામની દુકાન અને ગોડાઉન ખાતે ધસી આવી સાગરભાઈ, મોમભાઈ અને જવનીકભાઈને “તમે બહુ પાણી વાળા છો બહાર નીકળો” કહીને બિભત્સ ગાળો ભાંડી હુમલો કર્યો હતો…

    આ હુમલાના બનાવમાં સાગરભાઈને માથામાં ગંભીર ઈજા, જ્યારે સાહેદ નારણ, મહેશ અને કેયુરે હાથ-પગના ભાગે ફેક્ચર, સાહેદ જવનીકભાઈના માથામાં ધારીયું સહીતની ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ લોહિયાળ જંગ જોઈને છોડાવવા માટે વચ્ચે પડેલા મોમભાઈ ગરીયા, ભરતભાઈ ગરીયા, કેણાભાઈ ડાભી, કુંવરાભાઈ ફાંગલીયા અને ચંદુભાઈ ફાંગલીયાને પણ આરોપીઓએ લાકડીઓ અને પાઈપથી ઢોર માર માર્યો હતો.

    આરોપીઓએ આતંક મચાવી ત્યાં પડેલી બોલેરો પીકઅપમાં પણ તોડફોડ કરી ભારે નુકસાન કર્યું હતું. આ સમગ્ર ચકચારી બનાવ અંગે ફરિયાદી સાગરભાઈ ડાભીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી 1). ગોપાલભાઈ લખમણભાઈ સરૈયા, 2). નારણભાઈ લખમણભાઈ સરૈયા, 3). કેયુરભાઈ લીલાભાઈ સરૈયા, 4). મહીપાલભાઇ નારણભાઇ સરૈયા, 5). મહેશભાઈ નારણભાઈ સરૈયા, 6). રણછોડભાઇ લીલાભાઈ સરૈયા, 7). ભુપતભાઇ લખમણભાઈ સરૈયા, 8). પારસભાઈ લખમણભાઈ સરૈયા, 9). લીલાભાઇ નવઘણભાઈ સરૈયા અને 10). છેલાભાઇ રતાભાઈ સરૈયા (રહે. બધા ખીજડીયા) વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, હથિયારબંધી ભંગ અને મારમારી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!