વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે જૈન બંધુઓ દ્વારા પ્રભાત ફેરી તથા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેર ખાતે બિરાજતા પૂજ્ય શ્રી કૌશલ્યાબાઈ મહાસતીજીની નિશ્રામાં વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ફેરી ઉપાશ્રયથી ચાવડી ચોક, પુલ દરવાજા, પ્રતાપ ચોક, પ્લે હાઉસ, દેરાસર અને ઉપાશ્રય આપેલ રુટ મુજબ યોજાઇ હતી….
આ સાથે જ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા ગુરૂદેવ નિરંજનમુનિજી મ.સા. અને ગુરૂદેવ ચેતનમુનિજી મ.સા. ની પ્રેરણાથી શહેરના ચાવડી ચોક ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી શુદ્ધ ઘી માંથી બનાવેલ બૂંદીના લાડવાની પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65