Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારબ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરના જડેશ્વર મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં...

    બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરના જડેશ્વર મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં દિપડાનો હુમલો….

    વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનો પ્રારંભ થયો હોય, ત્યારે આજે રાત્રીના મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં વડસરના ડુંગરાળ વળાંક પાસે દિપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો હોય ત્યારે, સાંજના ૮:૩૦ વાગ્યાની આસપાસ મેળાની મોજ માણી પરત ફરતા એક ડબલ સવારી યુવાનનું બાઇક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક જ એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (ઉ.વ. ૨૧, રહે. વાંકાનેર) અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી, જેમાં બંને યુવાનોના માથા પર દિપડાએ પંજાથી ઇજાઓ પહોંચાડતા બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

    સદનસીબે આ બનાવમાં મેળાનો સમય હોવાથી રોડ પર વધારે ટ્રાફિક રહેવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક યુવાનની મદદથી દોડી આવી યુવાનોને દિપડાના વધુ હુમલાથી બચાવ્યા હતા, જે બાદ દિપડો પુનઃ જાળી-જાખરાંમાં અલોપ થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!