
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કોઠારીયા ગામ નજીક જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ નજીકથી પોલીસે એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કોઠારીયા ગામ નજીક આવેલ જડેશ્વર મેળાના મેદાન પાસે એક યુવાન શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતો જોવા મળતા તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે આરોપી યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રહે. કોઠારીયા ગામ, તા. વાંકાનેર)ને રૂ. ૬૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે…





