Friday, September 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના હસનપર ગામે શક્તિપરામાં રહેતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતાં મોત....

    વાંકાનેરના હસનપર ગામે શક્તિપરામાં રહેતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતાં મોત….

    વાંકાનેર તાલુકાના હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં રહેતા એક ૨૮ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે….

    પ્રાપ્ત વિગતો અનુસાર, હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં રહેતા હરેશભાઇ હમીરભાઈ રોજાસરા (ઉ.વ. ૨૮) નામના યુવાને ગત તા. ૧૪ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતા અને યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા આગળની તપાસ હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!