Friday, April 24, 2026
More
    Homeમુખ્ય સમાચારઅભિનંદન : વાંકાનેરના મહિકા ગામના ડો. શાબીર બાદીએ GPSC ક્લાસ-1 પરીક્ષામાં મેળવી...

    અભિનંદન : વાંકાનેરના મહિકા ગામના ડો. શાબીર બાદીએ GPSC ક્લાસ-1 પરીક્ષામાં મેળવી જ્વલંત સફળતા….

    વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની યુવાન ડો. શાબીર એ. બાદીએ તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના પરિણામોમાં પ્રતિષ્ઠિત વર્ગ-1 ફિજીશિયનની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતાથી પરિવારજનો તેમજ ગામમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે…

    અત્રે નોંધનીય છે કે ડો. શાબીર બાદીએ વાંકાનેરની પ્રતિષ્ઠિત ફૈઝ સ્કૂલમાં પોતાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરેલ, અભ્યાસ દરમિયાન જ પોતાની મહેનત અને પ્રતિભાથી ઉત્તમ પરિણામ મેળવી ધોરણ ૧૨ સાયન્સ વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી પોતાનું તથા ફૈઝ સ્કુલનું નામ રોશન કરેલ. ધોરણ ૧૨ સાયન્સ પછી એમ.બી.બી.એસ. તથા એમ.ડી. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાનો મેડિકલનો અભ્યાસ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યા બાદ, તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હવે GPSC ક્લાસ-૧ જેવી કઠિન પરીક્ષા પાસ કરીને એક અસાધારણ સિદ્ધિ પોતાના નામે કરી છે. હાલ ડો. શાબીર બાદી AIIMS HOSPITAL-RAJKOT ખાતે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે…

    એક નાના ગામમાંથી આવતા યુવાને પોતાની લગનથી મેળવેલી આ સફળતા અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમજ સમગ્ર વાંકાનેર પંથક તથા મોમીન સમાજ માટે ગૌરવપ્રદ બાબત બની છે. ડો. શાબીર બાદીની આ ઝળહળતી સફળતા અને અસાધારણ સિદ્ધિ બદલ તેમની પૂર્વ શાળા ફૈઝ સ્કૂલના સંચાલકો અને શિક્ષકગણ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. શાબીર બાદીને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!