વાંકાનેર શહેરની દોશી કોલેજમાં અભ્યાસ કરતા અને એન.સી.સી. સાથે સંકળાયેલ ઘણા વિદ્યાર્થીઓ પોલીસ તથા આર્મીમાં જોડાઇ દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ લેવાયેલ આર્મીની પરીક્ષામાં દોશી કોલેજના એન.સી.સી. કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈ (કોઠી) આર્મીનું ગ્રાઉન્ડ, મેડિકલ અને લેખિત પાસ કરી આર્મી એર ડિફેન્સ રેજીમેન્ટમાં પસંદગી પામેલ છે…
હાલ આ વિદ્યાર્થી ઓડીસા આર્મી ટ્રેનિંગ સેન્ટર મુકામે તાલીમ લઈ રહેલ છે. જેણે પોતાની મહેનત અને કોલેજના યોગ્ય માર્ગદર્શનથી આર્મીમાં જોડાઇ વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ વિદ્યાર્થીને કોલેજ એનસીસી કેપ્ટન ડૉ. યોગેશ ચાવડા, શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય તથા દોશી કૉલેજ પરિવારે સફળતા બદલ શુભકામનાઓ પાઠવી હતી….