ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોરબીના બે સભાસદોને ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. – મોરબી બ્રાંચ દ્વારા એક લાખ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના પુત્ર નીસારભાઈનું ઝુલતા પુલ દુર્ઘટનામાં મોત થતાં સ્વ. અરમાનભાઈ તથા સ્વ નીસારભાઈના વારસદારોને સોસાયટીના સભાસદ તરીકે સભાસદ સહાય ફંડમાંથી પચાસ-પચાસ હજાર મળી કુલ એક લાખની સહાય ચેક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી…
આ તકે સોસાયટીમાં લોન કમિટી ચેરમેન ઇરફાન પીરજાદા, એમ.ડી અબ્દુલરહીમ બાદી, ડિરેક્ટર યુ. એ. કડીવાર, હુશેનભાઈ ચૌધરી, લિયાકત બાદી, આબીદ ગઢવારા તથા મોરબી બ્રાન્ચના મેનેજર સોયબ કડીવાર તથા સ્ટાફ ગણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65