વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામ ખાતે આવેલ દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી વિદાય ગીત રજૂ કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જે બાદ શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક સતીશભાઈ સરડવાએ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરીને માતા પિતાનું નામ રોશન કરવાના આશીર્વચન આપ્યા હતા. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ બાળકોના જીવનમાં પ્રાથમિક શાળાના શિક્ષણનું મહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું…
વિદાય કાર્યક્રમમાં ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ શાળામાં પોતાના યાદગાર પ્રસંગો અને અનુભવોને યાદ કર્યા હતા. જે બાદ કાર્યક્રમના અંતે શાળા તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા, સતીશભાઈ સરડવા અને તૌસિફભાઈ બાવરા, સવિતાબેન કોટવાલ, આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરશિયાએ ભારે જહેમત ઊઠાવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp