નાગરજનોની સમસ્યા હલ કરવા નગરપાલિકા મેદાને, પ્રથમ દિવસે 25 રજડતા ઢોરને પકડી ગૌશાળા હવાલે કરાયાં….
વાંકાનેર શહેરના નાગરિકો લાંબા સમયથી રજડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત હોય, જેમાં અત્યાર સુધીમાં અનેક નાગરિકો રજડતા ઢોરનો ભોગ બનેલ હોય જે બાદ હવે નગરપાલિકા લોકોની આ સમસ્યાનો હલ કરવા મેદાનમાં આવી છે, જેમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા સ્ટાફ દ્વારા શહેરભરમાં રજડતા ધણ ખુંટને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરભરમાં રજડતા ઢોરોને પકડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ગઈકાલ રાત્રિથી નગરપાલિકા દ્વારા શહેરભરમાં રજડતા ઢોરોને પકડવા માટે કામગીરી શરૂ કરી પ્રથમ દિવસે 25 જેટલા રજડતા ઢોરોને પકડી અલગ અલગ ગૌશાળા હવાલે કરવામાં આવ્યા હતા….
બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરના નાગરિકો લાંબા સમયથી રજડતા ઢોરોની સમસ્યાથી ત્રસ્ત હોય, જે અનુસંધાને નગરપાલિકા દ્વારા શહેરભરમાં રજડતા ઢોરોને પકડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વાંકાનેર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રજડતા ઢોરોને પકડી ગૌશાળા હવાલે કરવામાં આવશે, જેનાથી ટૂંક સમયમાં જ વાંકાનેર શહેર રજડતા ઢોરોની સમસ્યામાંથી મુક્ત બનશે, તેવી હૈયાધારણા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp