વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ગેબી પાન સામેથી એક શખ્સને જાહેરમાં આંકડા લખી વરલી મટકાના જુગાર રમી રમાડતા રંગેહાથ ઝડપી લીધો હતો, જેમાં આ બનાવમાં અન્ય એર આરોપીનું નામ ખુલતા પોલીસે બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન સામે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા(ઉ.વ. ૩૭, રહે. મીલ કોલોની)ને એક મોબાઇલ ફોન, રોકડ રકમ, વરલીના સાહિત્ય સહિત કુલ રૂ. 20,610નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો…
આ બનાવમાં પોલીસે આરોપી ક્રિપાલસિંહની પુછપરછ કરતાં વરલીના આંકડાની કપાત અન્ય આરોપી અબુભાઈ (રહે. મિલપ્લોટ) પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બંન્ને વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp