વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ઢુવા નજીકથી પસાર થતા એક ટ્રક ચાલકે અચાનક યુ ટર્ન લેતી વેળાએ અહીંથી પસાર થતાં બાઇક ચાલક યુવાનને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને ઇજાઓ પહોંચતા તેણે ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુવા નજીક સનહાર્ટ સિરામિક પાસે ડીવાઇડર ખાતે આગળ જોયા વગર યુ ટર્ન લેતા એક ટ્રક નં. RJ 51 GA 3347 ના ચાલકે અહીંથી પસાર થતાં બાઇક નં. GJ 36 AH 7856 ને હડફેટે લેતા બાઇક ચાલક મહંમદ શાહિદ અબ્દુલભાઇ પરાસર (ઉ.વ. 20, રહે.ગુલશન પાર્ક સોસાયટી, ચંદ્રપુર) નામના યુવાનને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc