વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસના સહયોગથી આજરોજ સોમવારે વાંકાનેર તાલુકાના ઢુવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સ્થાનિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી 70 થી વધુ રક્તદાતાઓએ રાષ્ટ્ર હિતમાં રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી.…
આ તકે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા અને જીલ્લા પંચાયત આરોગ્ય સમીતીના ચેરમેન શ્રીમતી સરોજબેન ડાંગરેચા તથા પરિવારજનો દ્વારા રક્તદાન કરાવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવએ હાજરી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા મેડીકલ ઓફીસર ડો. આશીષ સરસાવડીયા, ડો. મનસુખ બોચીયા, તમામ સી.એચ.ઓ. તથા આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1