વાંકાનેર-મોરફી નેશનલ હાઇવે પર બાઇક વડે જોખમી રીતે સ્ટંટ કરી તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરી ખોટા સીન સપાટા કરવા વાંકાનેરના યુવાનને ભારે પડ્યાં છે, જેમાં પોલીસે એક યુવાનની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સોશિયલ મીડીયામાં વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટ કરતા એક યુવાનનો વિડીયો વાઇરલ થયો હોય, જેના આધારે પોલીસે તપાસ ચલાવી વાંકાનેરના ઢુવા નજીક વીશનાલા અને ઓવરબ્રિજ વચ્ચે હાઇવે પર બાઇક નં. GJ 13 MM 9794 પર જોખમી બાઇક સ્ટંટ કરનાર યુવાન ઇમરાનભાઇ ગુલામભાઇ સામતાણી (ઉ.વ.૧૯, રહે. મીલ પ્લોટ ચોક, શેરી નં-૦૪, વાંકાનેર)ની ઓળખ મેળવી યુવાનની અટકાયત કરી તેની સામે વાંકાનેર તાલુકામાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS