વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ઢુવા ચોકડી પાસે હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ અને બીયરની હેરાફેરી કરતા થાનગઢના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી દારૂ-બીયર, મોબાઈલ ફોન અને હોન્ડા એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હોય દરમિયાન ત્યાંથી હોન્ડા એક્ટિવા રજી. નં. GJ-13-BM-4882 લઈને એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તાત્કાલીક એક્ટીવા ચાલકને અટકાવી તલાશી લેતા સ્કૂટીની વચ્ચે મૂકેલ પ્લાસ્ટિકના થેલીમાંથી વિદેશી દારૂના ૧૫ ચપલા (કિં. રૂ. ૨,૯૯૦) અને બીયરના ૦૫ ટીન (કિં. રૂ. ૬૨૫) મળી આવ્યા હતા.
જેથી પોલીસે સ્થળ પરથી દારૂ-બીયરનો જથ્થો, એક મોબાઈલ ફોન (કિં. રૂ. ૩,૦૦૦) અને હોન્ડા એક્ટિવા (કિં. રૂ. ૫૦,૦૦૦) સહીત કુલ રૂ. ૫૬,૬૨૫ના મુદ્દામાલ સાથે આરોપી વિજયભાઈ ખીમાભાઈ રાઠોડ (રહે. આંબેડકરનગર-૦૫, થાનગઢ)ની અટકાયત કરી તેની સામ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬-બી અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




