Thursday, November 19, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ : હવે ‘FFS’ એપ દ્વારા...

    મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ : હવે ‘FFS’ એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે….

    લાઈનો અને ભીડમાંથી મળશે મુક્તિ; QR કોડ દ્વારા સરળતાથી ખાતર મળશે તેમજ ખાતરની કાળાબજારી પર આવશે રોક…

    સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે આગામી ડિસેમ્બર-૨૦૨૬ થી મોરબી સહિત સમગ્ર રાજ્યમાં સબસીડીવાળા રાસાયણિક ખાતરના જથ્થા માટે નવી ડિજિટલ વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઈઝર સેલ (Framework for Fertilizer Sale – FFS) નામની મોબાઈલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે, જે ખેડૂતો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે….

    આ નવી નવતર વ્યવસ્થા અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકશે, જેનાથી સહકારી મંડળીઓ અને વેપારીઓ પાસે ખાતર માટે લાગતી લાંબી કતારો તથા ભીડમાંથી મુક્તિ મળશે. એપ દ્વારા ખાતરનો જથ્થો બુક કર્યાના ૨ દિવસમાં ખેડૂતે વિક્રેતા પાસેથી જથ્થો ખરીદી લેવાનો રહેશે, જો ૨ દિવસમાં ખાતર નહીં મેળવવામાં આવે તો આપોઆપ બુકિંગ રદ થઈ જશે અને ફરીથી બુકિંગ કરવું પડશે…

    આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા વિક્રેતા પાસે કયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. બુકિંગ કરેલું હોવાથી દુકાને જઈને તરત જ કતારોમાં ઊભા રહે્યા વગર ખાતર મેળવી શકાશે અને દરેક વેચાણનો ડિજિટલ રેકોર્ડ રહેવાથી પારદર્શિતા વધશે તથા નકલી ખરીદદારો સામે રક્ષણ મળશે. આ ઉપરાંત રાસાયણિક ખાતરની કાળાબજારી તથા ખાતર સાથે અન્ય ખાતરો ફરજિયાત આપવા (ટેગિંગ) પર પણ કડક રોક લાગશે….

    આ ડિજિટલ પ્રક્રિયા માટે મોરબી જિલ્લાના તમામ ડીલરોને તાલીમ આપી દેવામાં આવી છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામ સેવક, ખેતી મદદનીશ અથવા ખાતર વિક્રેતાનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની યાદીમાં અનુરોધ કરાયો છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!