
વાંકાનેર તાલુકા ભાજપ સંગઠન દ્વારા બોકળથંભા ગામે આવેલા ઘોઘાભગતના રામાપીર ખાતે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકાના પક્ષના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનાત્મક બાબતોની સમીક્ષા કરવાનો અને પક્ષની કામગીરીને આગળ વધારવાનો હતો. બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કામગીરીની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ચતુરભાઈ મકવાણા, વેપારી સેલના શૈલેષભાઈ ઠક્કર, વાંકાનેર તાલુકા મંડલના પ્રભારી અશોકભાઈ પ્રજાપતિ, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા,

જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ ઝાલા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંગઠનના અજયભાઈ વીંજવાડિયા, મેરાભાઈ ધરજીયા, રોહિતભાઈ ભરવાડ, તાલુકા ભાજપ સંગઠન તથા તમામ મોરચાના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા….


