Thursday, November 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જોધપર ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રન : ચોટીલા પગપાળા જઈ રહેલા...

    વાંકાનેરના જોધપર ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રન : ચોટીલા પગપાળા જઈ રહેલા મોરબીના મહિલાનું અજાણી કારની હડફેટે મોત….

    મોરબી તાલુકાના ચાચાપર ગામેથી પગપાળા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શનાર્થે જઈ રહેલા દંપતી સહિતના સંઘને વાંકાનેર નજીક કાળ ભેટી ગયો હતો. જેમાં વાંકાનેરના જોધપર ગામના ઓવરબ્રિજ પાસે પાછળથી પૂરઝડપે આવેલી એક અજાણી સફેદ કારે મહિલાને અડફેટે લેતાં ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો….

    બનાવની મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા કેશવજીભાઈ દલપતભાઈ ચાવડા (ઉ.વ. ૩૮) અને તેમના પત્ની દિવ્યાબેન ઉર્ફે દેવુબેન ગત તા. ૧૧ના રોજ પોતાના ગામેથી પગપાળા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે જવા નીકળ્યા હોય દરમ્યાન રાત્રિના સમયે દંપતી વાંકાનેર તાલુકાના જોધપર ગામનો ઓવરબ્રિજ ઉતરી રહ્યું હતું…

    ત્યારે પાછળથી આવેલી એક અજાણી સફેદ રંગની ફોરવ્હીલ કારના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને દિવ્યાબેન ઉર્ફે દેવુબેનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં દિવ્યાબેનને કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સારવાર મળે તે પુર્વે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ કરુણ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણી સફેદ ફોરવ્હીલ કારના ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનના ગુના હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!