વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેર નજીક આવેલ ધમલપર ગામ સ્ટેશન રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકાની તલાશી લેતા તેમાંથી 18 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન ધમલપર સ્ટેશન રોડ નજીકથી પસાર થતા આરોપી રવિભાઈ શંકરભાઈ કાંજીયા (ઉ.વ. ૨૭, રહે. ધમલપર) ને રોકી તેની પાસે રાખેલ પ્લાસ્ટિકના બાચકાની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની 18 બોટલો (કિંમત રૂ. 7,200) મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp