વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે બીપીએલ વિસ્તારમાં કન્યાશાળા પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ.12,480 સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. જનકભાઈ ચાવડાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે રાજાવડલા ગામે બીપીએલ સોસાયટી નજીક કન્યા શાળા પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). વિશાલદીપસિંહ અમરસિંહ પરમાર (ઉ.વ. ૨૭, રહે. રેલ્વે સ્ટેશન પાસે, વાંકાનેર), ૨). કાળુભાઈ છગનભાઈ માણસુરીયા (ઉ.વ. ૫૦, રહે. ગાયત્રી મંદિર રોડ, વાંકાનેર),
૩). કેશુભાઈ પોપટભાઈ માલકીયા (ઉ.વ. ૬૦, રહે. વીસીપરા, વાંકાનેર), ૪) લાલજીભાઈ કરશનભાઈ માલકીયા (ઉ.વ. ૪૭, રહે. કણકોટ, તા. વાંકાનેર), ૫). વલ્લભભાઈ પોપટભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૦, રહે. જુના રાજાવડલા, તા. વાંકાનેર) અને ૬). ગિરધરભાઈ ગોબરભાઈ કોબીયા (ઉ.વ. ૪૮, રહે. વીસીપરા, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 12,480 સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp