વાંકાનેર શહેર નજીક વાંકાનેર-રાજકોટ રોડ આવેલ ગાત્રાળનગર પાસે ગઇકાલ સાંજના સમયે એક સીએનજી કારમાં ગેસ લીકેજ થતા કારમાં અચાનક આગ લાગી હતી, જેમાં આ અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ભયાનક આગમાં સમગ્ર કાર બળીને ખાક થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે…
કારમાં આગ લાગવાના કારણે થોડીવાર માટે અહીંથી પસાર થતાં વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ આ બનાવની જાણ થતાં જ વાંકાનેર ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp