વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયથી ભુખ્યા-જરૂરીયાતમંદો સુધી ભોજન, ગરીબોને કપડાં, વિધવા મહિલાઓને પેન્શન, ગરીબ બાળકોને તહેવાર પર મીઠાઈ, ગરીબ બાળકોને ફ્રીમાં અભ્યાસ, કોમ્પ્યુટર ક્લાસ, ગરીબો માટે ફ્રીમાં મોતિયા ઓપરેશન સહિત અનેક સેવાકાર્ય ચલાવતા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં શરૂ થતાં પવિત્ર રમઝાન માસ દરમિયાન પરિસ્થિતિ વશ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા દર્દીઓ અને મુસાફરો તથા જરૂરીયાતમંદ ગરિબ પરિવારો માટે રોઝા રાખવા ફ્રીમાં વહેલી સવારે સહેરીની વ્યવસ્થા કરી આપવામાં આવશે, જેથી આ સેવાના લાભ લેવા એસ.એમ.પી. ગ્રુપ વાંકાનેરનો સંપર્ક કરવા ગ્રુપના સ્થાપક મોઈન પીરઝાદા દ્વારા જણાવવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp