અત્યારે સુધીમાં સૌથી યુવા તાલુકા પંચાયતના સદસ્ય ઐતિહાસિક 642 મતોની લીડ સાથે વિજય થતાં જાહેર આભાર વ્યક્ત કર્યો….
વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીના ગઇકાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા, જેમાં કોંગ્રેસના સૌથી યુવા ઉમેદવાર સુજાના યાકુબભાઈ શેરસીયા (સંજર)એ ચંદ્રપુર બેઠક પર ઐતિહાસિક 642 જેટલા મતથી ભવ્ય વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે, ત્યારે વિજેતા ઉમેદવાર તરફથી સામાજિક અઞે રાજકીય અગ્રણી સંજરભાઈ દ્વારા ચંદ્રપુર તથા ભાટીયાના તમામ મતદારો, કાર્યકર્તાઓ અને આગેવાનો જેમણે આ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સતત સક્રિય રહી નિઃસ્વાર્થભાવે મદદ કરી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે….
આ ચુંટણીમાં મને વિજય બનાવવા મદદ કર કોંગ્રેસ મોવડી મંડળ, ચંદ્રપુર બેઠકના તમામ મતદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોનો ખુબ ખુબ આભાર……