વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં વાડીએ ઓરડીમાં રહી મજૂરી કામ કરતી એક પરિણીતાએ તેના પતિ સાથે અવારનવાર સામાન્ય બાબતમાં બોલાચાલી અને ઝઘડા થતા હોય જેનાથી કંટાળી ઓરડીમાં છતની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ જગદીશભાઈ જીવણભાઈની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા પાયલબેન રાહુલભાઈ ડામોર (ઉ.વ. ૧૭, રહે. મુળ મધ્યપ્રદેશ)ને પોતાના પતિ સાથે અવારનવાર નાની નાની બાબતોમાં ઝઘડાઓ થતાં હોય જેનાથી કંટાળી વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65