વાંકાનેર શહેર ખાતે આજરોજ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ બાબાસાહેબ આંબેડકરના અપમાનના વિરોધમાં વિશાળ રેલી સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાંથી અનુસુચિત જાતિ સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર શહેર ખાતે આજરોજ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ બાબાસાહેબ આંબેડકરના અપમાનના વિરોધમાં રેલી સાથે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં શહેરના કુંભારપરા ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી,
અનુસુચિત જાતિ સમાજના દ્વારા ‘ અમિત શાહ હાય હાય, અમિત શાહ મુર્દાબાદ, માંફી માંગો માંફી માંગો…’ ના નારા સાથે રેલી સ્વરૂપે સેવા સદન કચેરી ખાતે પહોંચી વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. આ તકે પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, કોંગ્રેસ અગ્રણી આબીદ ગઢવાળા સહિતના પણ રેલીને સમર્થન આપવા પહોંચ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47