દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું આજરોજ ગુરુવારે અવસાન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જેમાં આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું….
બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ વડાપ્રધાન અને વિશ્વના મહાન અર્થશાસ્ત્ર એવા ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…
દરમિયાન, કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 27 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી જવા રવાના થયા છે. એમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે…
મનમોહન સિંહની શૈક્ષણિક અને રાજકીય સફર…
• 1957 થી 1965 : ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાં શિક્ષક…
• 1969 થી 1971 : દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ઇન્ટરનેશનલ ટ્રેડના પ્રોફેસર…
• 1976 : દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માનદ પ્રોફેસર બન્યા…
• 1982 થી 1985 : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર
• 1985 થી 1987 : આયોજન પંચના ઉપાધ્યક્ષ
• 1990 થી 1991 : વડાપ્રધાનના આર્થિક સલાહકાર
• 1991 : નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી
• 1991 : પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય
• 1996 : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં માનદ પ્રોફેસર
• 1999 : દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા.
• 2001 : ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય બન્યા અને ગૃહમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા
• 2004 થી 2014 : ભારતના વડાપ્રધાન
• 2019-2024 : છઠ્ઠી વખત રાજ્યસભાના સભ્ય…