વાંકાનેર રેલવે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવાર રાત્રીના સમયે પસાર થતી પેસેન્જર ટ્રેન હેઠળ પડતું મુકી એક અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક અજાણ્યા 30 વર્ષીય ઉંમરના પુરુષે કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ઓખા-બનારસ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં જ રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઉપરોક્ત ફોટા વાળા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. જેથી મૃતકના વાલી વારસની કોઇને ભાળ મળે તો રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલાનો મો. ૯૧૭૩૫ ૫૫૫૩૮ પર સંપર્ક કરવો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L