વાંકાનેર તાલુકાના અમરસર ગામે શેરીમાં દેકારો કરી જોર જોરથી ગાળો બોલતા ઈસમને દેકારો કરવાની પાડોશીએ ના પાડતા ઉશ્કેરાયેલા ઇસમએ યુવાન પર ધોકા વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા ફરિયાદી વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયાએ આરોપી મુકેશ વેરસીભાઈ સીતાપરા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી શેરીમાં દેકારો કરી ગાળો બોલતો હોય જેને દેકારો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદી પર ધોકા વડે હુમલો કરી માર મારતાં ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA