વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતો એક પરિવાર બાળકો સાથે સીએનજી રીક્ષા મોરબી નજીક અમરનગર પાસેથી પસાર થતો હોય, ત્યારે પુરઝડપે આવતા એક આઇસર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં વાંકાનેરના ઠીકરીયાળા ગામની મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે રીક્ષા ચાલક પતિ તેમજ ત્રણ બાળકોને ઇજાઓ પહોંચી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અને રીક્ષા ચલાવતા જગદીશભાઈ હમીરભાઈ બેડવા, તેમના પત્ની શોભનાબેન ઉર્ફે સેજલબેન જગદીશભાઈ બેડવા અને તેમના ત્રણ બાળકો રીક્ષામાં મોરબીના અમરનગર નજીકથી પસાર થતા હોય, ત્યારે અજાણ્યા આઇસર ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં જગદીશભાઈ તેમજ તેમના ત્રણ દીકરાને ઈજાઓ પહોંચી હતી, જ્યારે શોભનાબેન ઉર્ફે સેજલબેનનું ગંભીર ઇજાઓ પહોંચતા બાળકો અને પતિની નજર સામે જ કરૂણ મોત નિપજયું હતું…
આ અકસ્માત સર્જાયા બાદ આઇસર ટ્રક ચાલક પોતાનું વાહન લઇને સ્થળ પરથી નાસી છુટતા આ બનાવમાં રિક્ષા ચાલક જગદીશભાઈના ભાઈ હરેશભાઈએ મોરબી તાલુકા પોલીસમાં અજાણ્યા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1