Tuesday, June 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કોઠી અને મહિકા ગામ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો....

    વાંકાનેરના કોઠી અને મહિકા ગામ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો….

    શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત આજરોજ વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામ ખાતે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણના પ્રથમ પગથિયે ડગ માંડતા બાળકોને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. કલેક્ટરએ નવપ્રવેશી બાળકોના શૈક્ષણિક પ્રારંભને વધાવી તેઓને ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા…

    આ તકે કલેક્ટરએ સમગ્ર શાળા પરિસરની મુલાકાત લઈ બાળકો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. બાળકો સાથે સંવાદ કરી તેમની લેખન, વાંચન અને ગણન ક્ષમતા ચકાસી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આંગણવાડી, બાળ વાટીકા, ધોરણ-૧ અને ધોરણ-૯ માં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું…

    કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી બાળકો દ્વારા ટ્રાફિક જાગૃતિ, કન્યા કેળવણી તેમજ લોક જાગૃતિનો પ્રેરક સંદેશ આપતી અભિવ્યક્તિઓ અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે વાંકાનેરના મામલતદાર કે. વી. સાનિયા, મોરબી પીજીવીસીએલ અધિક્ષક ઇજનેર એચ. એમ. ભોજાણી, વાંકાનેર આર.એફ.ઓ. એમ. એન. કચોટ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!