વાંકાનેર તાલુકાની ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક પર ભારે ઉત્કંઠા અને રસાકસી બાદ આખરે વિકાસ, વિશ્વાસ અને સેવાની જીત થઈ છે. કોંગ્રેસના લોકલાડીલા અને લોક સંપર્ક ધરાવતા ઉમેદવાર ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા (ગોલ્ડન)નો જંગી બહુમતીથી ભવ્ય વિજય થયો છે, ત્યારે તેમની આ શાનદાર જીત બાદ ઇસ્માઇલભાઈએ તેમના પર અતૂટ વિશ્વાસ મૂકનાર તમામ મતદારો, આગેવાનો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે….

પોતાના આભાર દર્શન સંદેશમાં ઇસ્માઇલભાઈ ‘ગોલ્ડન’એ જણાવ્યું હતું કે, “આ વિજય માત્ર મારો કે કોંગ્રેસ પક્ષનો નથી, પરંતુ આ જીત ચંદ્રપુર જીલ્લા પંચાયત વિસ્તારના તમામ જાગૃત મતદારોની છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તમે સૌએ મને જે પ્રેમ, ઉષ્મા અને ‘ગોલ્ડન સમર્થન’ આપ્યું છે, તેનો ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. તમે ખોટા વચનોને બદલે નક્કર કામગીરી પર મહોર લગાવીને લોકશાહીનું સાચું મૂલ્ય સાબિત કર્યું છે.”

ઇસ્માઇલભાઈએ આ જીતના પાયામાં રહેલા તમામ લોકોનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “વાંકાનેર પંથકના આદરણીય પીરઝાદા પરિવારના સીધા માર્ગદર્શન અને તેમના આશીર્વાદ વિના આ ઐતિહાસિક જીત શક્ય નહોતી. તેમના નેતૃત્વએ સમગ્ર ચૂંટણી ઝુંબેશને એક નવી દિશા આપી. કોંગ્રેસ પક્ષના તમામ નાના-મોટા કાર્યકર્તાઓ, બૂથ લેવલના સાથીઓ અને યુવા મિત્રો કે જેમણે પોતાના ઘર-પરિવારની ચિંતા છોડીને રાત-દિવસ એક કરીને પંજાને મજબૂત બનાવ્યો, તે સૌનો હું ઋણી છું.”
જ્ઞાતિ અને જાતિના ભેદભાવ ભૂલીને કોંગ્રેસ પક્ષને મત આપનાર ચંદ્રપુર, ભાટિયા, લાલપર, ગારીયા, રસીકગઢ, પાજ, કાનપર, લિંબાળા, રાજા વડલા, ભોજપરા, સિંધાવદર, નવી કલાવડી અને પ્રતાપગઢ સહિતના તમામ ગામોના સર્વ સમાજના ભાઈઓ-બહેનો અને વડીલોનો તેમણે આભાર માન્યો હતો….
આપનો વિશ્વાસ એ જ મારી તાકાત છે… સૌનો ખૂબ ખૂબ આભાર !
~ ઇસ્માઇલભાઈ ગોલ્ડન
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





