દિકરી સાથે પ્રેમ સંબંધમાં મૈત્રી કરાર કરનાર યુવાન પર યુવતીના પિતા સહિતના ચાર શખ્સો ધોકા વડે તુટી પડ્યા…
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે મૈત્રી કરનાર આજ ગામના યુવાન પર યુવતીના પિતા સહિતના ચાર ઈસામોએ ધોકા વડે હુમલો કરી બેફામ માર મારી પગમાં ફ્રેકચર સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા ફરિયાદી લખમણભાઇ ભીખાભાઈ બાહુકીયા (ઉ.વ. ૩૬)એ તેના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે મૈત્રી કરાર કરેલ હોય, જેના ખાર રાખી યુવાન ગામના મંદિર પાસે ઉભો હોય દરમ્યાન આરોપી ૧). પોપટભાઈ કાનજીભાઈ દંતેસરિયા, ૨). મનીષભાઈ પોપટભાઈ દંતેસરીયા, ૩). વિક્રમભાઈ પરસોતમભાઈ દંતેસરીયા અને ૪). મુકેશભાઈ પરસોતમભાઈ દંતેસરીયા (રહે. બધા પાંચદ્વારકા)એ પાછળથી ધોકા વડે હુમલો કરી બેફામ માર મારી પગમાં ફ્રેકચર તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવાનને તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જે બાદ હાલ આ મામલે યુવાને ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA