વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની મલ્લાવાળી સીમમાં એક વૃદ્ધ દ્વારા ઝડપથી પૈસા બનાવવા માટે ખેતરમાં ગાંજાની ખેતી કરી હોવાનો બનાવ ઉજાગર થયો છે, જેમાં ગાંજાનો પાક સંપૂર્ણ તૈયાર થયો હોય, ત્યારે જ પોલીસે વાડીમાં દરોડો પાડી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનુ વાવેતર કરી છોડ કાપી સુકવી વેચાણ કરવાની તૈયારી કરતા વૃદ્ધને રૂ. ૧,૧૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા આરોપી બચુભાઈ રાણાભાઈ સાંકરીયા (ઉ.વ. ૮૦) એ રાતેદેવડી ગામની મલ્લાવાળી સીમમાં પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરી પાક તૈયાર થતાં છોડને વાઢી-કાપી સુકવી વેંચાણ કરવાની તૈયારી કરો હોય,
દરમ્યાન જ પોલીસે વાડીમાં દરોડો પાડી અર્ધ સુકાયેલ ગાંજાના છોડ નંગ-૧૯૦ જેનુ ચોખ્ખુ વજન ૫ કિલો ૬૦૫ ગ્રામ (કિંમત રૂ. ૫૬,૦૫૦) તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થના ગાંજાના ડાંખળા-પાંદડા જેનુ ચોખ્ખુ વજન ૬ કિલો ૦૫૫ ગ્રામ (કિંમત રૂ.૬૦,૫૫૦) મળી કુલ વજન 11.660 કિલો ગાંજો જેની કિંમત રૂ. 1,16,600 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસમાં વૃદ્ધ સામે એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી), ૨૦(એ)(બી) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….