વાંકાનેર શહેરની લોહાણા મહાજન વાડી ખાતે આજરોજ રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન-વાંકાનેરના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાજ્ય એસોસિએશનના પ્રમુખ રાકેશભાઈ શાહ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વાંકાનેર એફપીએસ એસોસિએશન પ્રમુખ સિધ્ધરાજસિંહ ઝાલા દ્વારા ઉપસ્થિત રાજ્ય એસોસિયેશનના તમામ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું…
આ સ્નેહમિલનમાં સસ્તા અનાજના દુકાનદારોને પડતી સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સિવાય સસ્તા અનાજના દુકાનદારોના વર્ષો જુના પડતર પ્રશ્નો જેવા કે કમિશનમાં વધારો કરવો, રિફંડ, પરવાનેદારના અવસાન બાદ પેન્ડિંગ વારસાઇની પ્રક્રિયા, અનાજમાં ઘટ તદુપરાંત જુના ૫-૭ વર્ષથી ચાલતા દુકાનદારોના કેસો સહિત તમામ બાબતની છણાવટ કરી દુકાનદાર વતીથી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અંતમાં આભારવિધિ ગનીભાઇ પરાસરા દ્વારા કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1