વાંકાનેર શહેર ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ રવિવારે કોળી સમાજના ઇષ્ટદેવ ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી અનુસંધાને ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બહોળી સંખ્યામાં સમગ્ર પંથકમાંથી કોળી સમાજના યુવાનો, આગેવાનો સહિતના નાગરિકો જોડાયા હતા….
આ શોભાયાત્રા ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરના વેલનાથ મંદિર ખાતેથી શરૂ થઈ માર્કેટ ચોક, મેઇન બજાર, ગ્રીનચોક, રસાલા રોડ, જીનપરા મેઇન રોડ થઇ માંધાતા મંદિર ખાતે પુર્ણ થઇ હતી. જેના આયોજન માટે કોળી સમાજના અગ્રણી રમેશભાઈ મકવાણા અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0