અગાઉ અનેકવિધ રજુઆતો બાદ પણ સમસ્યા જૈસે થે…: અખબારી અહેવાલો બાદ બે દિવસની કામગીરી બાદ પુનઃ વહી હાલ, સમસ્યાનું કાયમી નિવારવા લાવવા માંગ….
વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીનો પુલ બંધ થતા શહેરમાં દિન પ્રતિ દિન ટ્રાફિક સમસ્યા વકરી રહી છે, ત્યારે શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા એવા સીટી સ્ટેશન રોડની ટ્રાફિક સમસ્યાથી પણ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેમાં આ રોડ પર લારી-ગલ્લા, પથેણા તેમજ આડેધડ વાહન પાર્કિંગના કારણે ચાલીને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. અગાઉ આ સમસ્યા બાબતે અનેકવિધ રજૂઆતથી તંત્ર દ્વારા બે દિવસની કામગીરી કર્યા બાદ પુનઃ વહી દિન, વહી રાત, વહી ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાય છે…..
આ સાથે જ સીટી સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા ડિવાઇડર સાથે સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરવામાં આવેલ હોય, જેની કામગીરી પુર્ણ થયા બાદ સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવેલ હોય, જે હાલ છેલ્લા પાંચ દિવસથી બંધ હાલતમાં ફેરવાઈ ગયેલ છે, આ સમસ્યાના મૂળમાં નગરપાલિકા દ્વારા ડિવાઈડર પર વૃક્ષારોપણ કરવામાં આવેલ હોય, જેને લારી-ગલ્લા તથા પથેણાવાળાઓ દ્વારા ડિવાઇડર પરથી વૃક્ષો દૂર કરી ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર રોડ વચ્ચે વેપાર શરૂ કરવામાં આવેલ છે, આ સાથે જ વેપારીઓ પણ ડિવાઈડરમાં કચરો ફેંકી તેને સળગાવતા સ્ટ્રીટ લાઈટનું વાયરીંગ પણ તેના કારણે બળી જતાં સમસ્યા સર્જાય રહી છે, જેથી બાબતે તાત્કાલિક તંત્ર દ્વારા હાલની શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સીટી સ્ટેશન રોડના વર્ષો જુના પ્રશ્નોનું કાયમી નિવારણ લાવવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે….