વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે રહેતી એક 18 વર્ષિય યુવતીને તેણીની માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતાં આ બાબતે લાગી આવતા યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે રહેતા રાધિકાબેન પરબતભાઇ પાંચિયા નામની 18 વર્ષિય યુવતીને તેણીની માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા, આ બાબતનું રાધિકાબેનને લાગી આવતા તેણે ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….