વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ મચ્છુ 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા 45 થી 50 વર્ષની ઉંમરના પુરુષનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ મચ્છુ 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી એક અજાણ્યા 45 થી 50 વર્ષની ઉંમરના પુરુષનું મોત થયું હતું, જેનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી, મૃતકની ઓળખ મેળવવા તથા બનાવનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે….