Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પાંચદ્વારકા ગામ‌ નજીક રસ્તામાં સામસામે આવેલ વાહન પાછું લેવાનું કહેતાં યુવાન...

    વાંકાનેરના પાંચદ્વારકા ગામ‌ નજીક રસ્તામાં સામસામે આવેલ વાહન પાછું લેવાનું કહેતાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો….

    વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ‌થી તીથવા તરફ જતા રોડ પર એક આઇસર અને કાર સામસામે આવી જતાં, કાર ચાલકે આઇસર ચાલકને હાથનો ઈશારો કરીને વાહન પાછું લેવા કહેતા બાબતે સારૂં નહીં લાગતાં આઇસર ચાલક સહિત ચાર શખ્સોએ કાર ચાલક યુવાન પર હુમલો કરી માર મારતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે રહેતા ફરિયાદી તોફીકભાઈ અબ્દુલભાઈ ગઢવારાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). ગુલામહુસેન આહમદખાના, ૨). હુસેન આહમદખાના, ૨). સાકીર ગુલામ અને ૩) રજાક આહમદ (રહે. બધા પાંચદ્વારકા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાની કાર લઇને પાંચદ્વારકા ગામથી તીથવા તરફ જતા હોય,

    ત્યારે નદી વાળા જૂના રસ્તે ફરિયાદી તથા આરોપી ગુલામહુસેન આહમદખાનનું આઇસર વાહન સામસામે આવી જતાં, ફરિયાદી યુવાને આરોપીને વાહન પાછું લેવા માટે હાથથી ઇશારો કરતાં આરોપીએ વાહનમાંથી નીચે ઉતરી ફરિયાદીને ગાળો આપતાં ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતાં ચારેય આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી માર મારતાં તોફિકભાઈને ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 325, 504, 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!