Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે...

    વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે ઝડપાયાં…

    વાંકાનેર શહેર નજીક આવેલા ભાટીયા સોસાયટીની ત્રિલોકધામ શેરી નં- ૩ પાસે ચોકમાંથી વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડી, બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે ત્રિલોકધામ શેરી નં.૩ પાસે ચોકમાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ઇમ્તીયાઝશા દિલાવરશા શાહમદાર (ઉ.વ. ૩૨, રહે. તિથવા) અને જાવિદભાઇ સલીમભાઇ બુખારી (ઉ. વ.૨૦, રહે. ગાયત્રી મંદીર રોડ મફતીયાપરા, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 10,190 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!