પ્રકાશના મહાપર્વ દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ દેગામા દ્વારા વાંકાનેર તાલુકાની તમામ જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

પોતાના શુભેચ્છા સંદેશમાં વાંકાનેરના તમામ નાગરિકોને સંબોધતા ભરતભાઈ દેગામાએ જણાવ્યું હતું કે, “દિપાવલીના પવિત્ર દીવડાઓ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પાથરે. આવનારું નવું વર્ષ સૌના જીવનમાં નવી આશાઓ લઈને આવે અને નવી સિદ્ધિઓ તેમજ સફળતાના નવા શિખરો સર કરાવે તેવી ઈશ્વર સમક્ષ હૃદયપૂર્વકની પ્રાર્થના છે.”
– શુભેચ્છક –


